Pages

Monday 16 July 2012

પાનખર

શૂન્યતામાં પાનખર ફરતી રહી,
પાંદડીઓ આભથી ખરતી રહી.

શ્વાસો હવામાં ભળતા રહ્યાં ને,
મુખમાંથી આહો ઝરતી રહી.

સમય કમળની સુકેલી પાંદડી,
ગગનમાં આમતેમ સરતી રહી.

રિકતતાનું ભાન મને મોડું થયું,
આશા ઠગારી કામ કરતી રહી.

કિકિની ભીનાશ ઝાંખપને ખેંચે,
એનાથી આંખ મારી ઠરતી રહી.

શંકાને શમણે બેસીને શૂન્યતા,
સુતેલી પલકોથી ડરતી રહી.

પર્ણોની સુકી લાશોના સથવારે,
શૂન્યતામાં પાનખર ફરતી રહી.

વિનોદ નગદિયા (આનંદ)

No comments:

Post a Comment