Pages

Monday, 16 July 2012

કોણ જાણે મારા હાથમાં....

કોણ જાણે મારા હાથમાં કેવો આંકો છે,
નસીબે લખ્યાં બસ વળાંકોજ વળાંકો છે.

નસીબનો ફૂટેલો છે જણ આ પ્રેમ બાબતે,
કહેછે હસીનાઓ કે બાકી છોકરો બાંકો છે.

સફળતાની યાદીમાં નહિતો હું પહેલોજ છું,
પણ અવળા અહીં કુદરતના બધા ક્રમાંકો છે.

રઘુવંશી છું પગે પડીને નહિ કરગરૂં કદિ,
પરાક્રમે કરીશ સીધા ગ્રહોને હજુય ફાંકો છે.

લાગે છે ગમ્યું નથી એટલેજ છોડી જાવ છો,
જિંદગીના નાટકના બાકી હજુ જે અંકો છે.

વિનોદ નગદિયા (આનંદ)

No comments:

Post a Comment