Pages

Tuesday, 17 July 2012

ભાગ્ય પણ બદલાઈ જાય છે

ખીલે છે જે ફૂલો તે સાંજનાં કરમાઈ જાય છે,
કદી માળીના હાથે પણ, ફૂલો ચૂંટાઈ જાય છે.
કરે છે દૂર અંધારૂ ને ઓજસ પાથરે સૂરજ,
છતાં વાદળની ઓથે, એ રવિ ઢંકાઈ જાય છે.
નથી રહેતાં દિવસો એક સરખાં કોઈનાં અહંિયાં,
ઘડીભરમાં કોઈનું ભાગ્ય પણ બદલાઈ જાય છે.
વસે છે દૂર સ્નેહીઓ પણ એની યાદ પાસે છે,
મળે છે કોક દિ પણ મન કેવું હરખાઈ જાય છે.
નસીબ કરતાં વધારે કોઈને કાંઈ નથી મળતું,
કદીક હોઠે આવેલો જામ પણ ઢોળાઈ જાય છે.
શીખીને કોઈ આવે ના બધાં અહીંયા જ શીખે છે,
મળે જેને અનુભવ ખૂબ, તે ઘડાઈ જાય છે.
યોગેશ આર.જોષી (હાલોલ)

No comments:

Post a Comment