Pages

Tuesday, 24 July 2012

આદત છે

ઠોકરો ખાવાની અમને તો આદત છે,
અપમાન હડહડતું સહેવાની અમને તો આદત છે,
તો પણ નામ એનું જ લેવાની અમને તો આદત છે.
રૂઝાઈ જશે જો ઘા તો શાયદ ભૂલાશે એ,
અન્યથી આઘા એની સાથે એકાંતમાં,
જખ્મો હર્યાભર્યા રાખવાની અમને તો આદત છે.
સમયની સમજણ હોતી હશે કદી પ્રેમમાં?
અડધી રાતે આભમાં જોતા જોતા,
એની રાહ જોવાની અમને તો આદત છે.
સમય સાથે ઉતરે છે ઊંડા મૂળ ‘પાગલ’ પ્રેમના,
વ્હાલની વડવાઈથી વિસ્તરીને વરસોવરસ,
ઘેધૂર વડલો થવાની અમને તો આદત છે.
ડૉ. પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)

No comments:

Post a Comment