Pages

Monday 16 July 2012

દંભ નામે

દંભ નામે દેશમાં પેદા થતી તલવારનો
આપણે હાથો છીએ બસ એમના હથિયારનો,

બદનજર નાખે જ શેનો ભૂલથીયે આ પવન,
રેડ એની આંખમાં તેજાબ પેલ્લી ધારનો

હું તને ભૂલી ગઈ છું તું મને ભૂલી જ જા….
એટલો ઉત્તર મળ્યો માએ લખેલા તારનો,

મેં જરા અમથી હલાવી પાંખ પિંજરમાં જ ત્યાં
એમણે ચીંધી બતાવ્યો ચોપડો ઉપકારનો

બસ અમે તો રોટલાથી રોટલા વચ્ચે જીવ્યા
ખ્યાલ અમને હોય ક્યાંથી વાર કે તહેવારનો

એક તરણું ભૂલથી અડકી ગયું શું આભને….
ટોચને મુદ્દો મળી ગ્યો ખીણથી તકરારનો
ચંદ્રેશ મકવાણા
 

No comments:

Post a Comment