Pages

Friday, 27 July 2012

વાતો તળ ની કરતો,

કાંઠે બેસી ને વાતો તળ ની કરતો,
ખાલી ખોટી પંચાતો જળ ની કરતો.

રાતો ની રાતો જાગી પડખાં બદલે,
ગણના પાછો ચાદર નાં સળ ની કરતો.

આળસ માં કાઢી નાંખ્યા સો સો જન્મો,
છેક હવે આજે ચિંતા પળ ની કરતો.

સંતાડે ખુદ ને ખુદ થી પરદાઓ માં,
ચર્ચા આંટી -ઘૂંટી ને છળ ની કરતો.

દમ-દાટી થી ના ત્રુઠે રૂઠ્યા સાજન,
કળ ને છોડી તૈયારી બળ ની કરતો.

---પારુલ.

No comments:

Post a Comment