Pages

Tuesday 17 July 2012

સફરના સંવાદો

નૌકા ના આ શાંત સફરમાં, સાંજ અને એકાંત છે,
દૂર કિનારા પર સંભળાતી, લહેરોની શહેનાઈ છે,
આ તારી શરમાતી નજરો, થોડો ઈશારો કરે તો કહું,
ખુદ મારી અધીરી ઉમંગો, થોડી ફુરસદ દે તો કહું,
જે કાંઈ તમારે કહેવું છે, એ મારા પણ દિલની વાત હશે,
જે છે મારા સ્વપ્નોની દુનિયા, એ દુનિયાની એ વાત હશે,
કહેતા મને ડર લાગે છે, એ વાત કહી ન તને ખોઈ બેસુ,
આ તારો જે સાથ મળ્યો છે, એ સાથના તારો ખોઈ બેસુ,
સાચેજ તમારી રાહમાં, ફૂલની સેજ સજાવી બેઠી છું,
આજે કહેવું હોય તે કહી દેજો, હું આશ લગાવી બેઠી છું,
આપણા દિલો નો મેળ થયો છે, હવે વાતોથી શું કહેવું છે,
આજ નહી તો કાલે કહીશું, હવે તો સાથે રહેવું છે,
સૌને અધીરા કરે, એ સંવાદો તો રાધાકૃષ્ણના છે,
કળિયુગમાં સંસારનો સાર સમજાવતી, ઈશ્વરની અદભુત પ્રેરણા છે.
રૂષિ કાગળવાળા (અંધેરી-મુંબઈ)

No comments:

Post a Comment