Pages

Saturday 7 July 2012

"પ્યારનું બંધન"

"પ્યારનું બંધન"
-અશોકસિંહ વાળા

એક ચાંદ આભમાં અને ધરતી પર તમે
ત્રીજો ચાંદ અહીં ક્યાં હવે ખુદા ઘડે છે,

જામમાં ડુબેલ જીંદગી હરદમ અમારી
તમ પ્રિત જેવો નશો ક્યાં જામમાં ચડે છે,

કાફી છે મુશ્કાન ઘાયલ કરવાં તમારી
નાહકના મારવાં શસ્ત્રોથી બધા લડે છે,

રંગબેરંગી રંગોથી રોશન છે દુનિયા
પ્રેમ રંગ કોઈ નશીબદારને જ ફળે છે,

ગોતાં લગાવ્યાં કૈંક કેટલાય સુખ દુ:ખમાં
સુખ દુ:ખની પરિભાષા ક્યાં કદી નડે છે,

રાખુ છું છાની છપની વાત વાડની હવે
કારણ, અહીં તો વાડ જ ચીભડા ગળે છે,

વસંત વાયરો આવી, ગયો પાનખર બની
બહાનું જુદાઇનું, મિલનમાં ક્યાં જડે છે?,

આંસુઓ તો થયા અળગા હવે આંખોથી
દીલના દુ:ખડા તો ખુદ દિલ જ રડે છે,

કલમ બહાના તળે કિસ્મત કંડાર્યુ કાંટાળુ
નહિતર કલમ ક્યાં કોઇના દુ:ખો કળે છે,

જોરાવર જાતનો હું શીશ જુકાવું પ્યારમાં
સમંદર નહીં તો ક્યાં સરીતા તરફ ઢળે છે,

થાકીને જાવું છે અનંત યાત્રાએ "અશોક"
બસ એક તમારા પ્યારનું બંધન નડે છે

-અશોકસિંહ વાળા
તા. ૧૮-૧૧-૨૦૧૧

No comments:

Post a Comment