Pages

Wednesday, 17 April 2013

પ્રેમની સુંદર જિંદગાની

શીતળ હવા. રાત છે નિરાળી,
સજની, તું બનાવ એને સુવાસી,
બધા પ્રાકતિક દ્રશ્યો, સપનાં માં ખોવાયા,
માથું નદી તરફ ઢાળી, પર્વત પોઢી ગયાં,
મારા દિલ, તું સાંભળ રસભરી કથા,
ઉત્સુક છે મન, દૂર છે બધી વ્યથા,
ઉમંગમાં ચાલું છું, હું વક્ષોની છાયામાં,
જેમ ચમકતાં તારા, ચાલે વાદળોનાં ગામમાં,
એવામાં થોડી રાત વિતી, થોડી છે રહી ગઈ,
ખામોશ રતુ જાણે કોઈ વાત કહી ગઈ,
જે સાંભળી મળે, આપણાં મનને શાંતિ,
તારો સાથ માણી, મેં જિંદગી જીવી જાણી
શીતળ હવા રાત છે નિરાળી,
સજની, તું બનાવ એને સુવાસી
રષિ કાગળવાળા (મુંબઈ, વાંદરા)

No comments:

Post a Comment