Pages

Monday 8 April 2013

તારી યાદ આવે છે


પાંપણના પલકારે તારી યાદ આવે છે,
ઝાંઝરના ઝણકારે તારી યાદ આવે છે,
કેમ કરી ભૂલું તુંજ પ્રણય ને જિંદગી,
હૃદયના ધબકારે તારી યાદ આવે છે...
રોેમે-રોમમાં વસી ગઈ છો સુગંધ બની,
શ્વાસના સીસકારે
તારી યાદ આવે છે...
ભક્તિરસમાં તરબોળ પવિત્ર પ્રેમ પુંજારણ,
આસૃથાના સંસ્કારે
તારી યાદ આવે છે...
સોળે કળાએ ખીલેલો ચંદ્ર જાણે વૈભવી,
નિશીથના અંધકારે તારી યાદ આવે છે...
એક તારા વિચારોમાં બસ ભટકું છું હવે,
એકાંતના ભણકારે તારી યાદ આવે છે...
'
હેમ' શબ્દો બની છે આંખોની અંતાક્ષરી,
કાવ્યના અલંકારે તારી યાદ આવે છે...
-
હેમંત ચાવડા  'હેમ' - (ભાવનગર)

No comments:

Post a Comment