Pages

Wednesday 17 April 2013

ઝંખના

તને પામવાની કેવી તો ઝંખના છે
જાઉ છું મંદિર મસ્જિદે
પણ નામ સ્મરું છું તારું હું તો
આંખ બંધ કરું છું પથ્થરની મૂરત સમક્ષ
પણ ચહેરો તો તારો ઉતરી આવે છે
નજર સમક્ષ
ગુનાહોની કબુલાત કરવા જાઉં છું
દેવતા સમક્ષ
પણ તારું નામ સ્મરીને વધુ એક ગુન્હો
કરતી જાઉં છું તેના સ્મરણની જગ્યાએ
તે કેવી ઉલઝન છે મારી?
મત્યુ માગવા ગઈ છું એના દ્વારે
પણ જીવતદાન માગીને આવી તારે કાજે
તે કેવી ઉલઝન છે મારી?
તને યાદ કરતા કરતા
હું મારી જાતને વિસરી બેઠી
ગઈ હું એના દ્વારે સજદા કાજે
પણ તને ખુદા માનીને સજદો કરી બેઠી
મિનાઝ ફરીદ વસાયા(મહુવા)

No comments:

Post a Comment