Pages

Wednesday, 17 April 2013

તારા ગયા પછી

ગમગીન છે વાતાવરણ, તારા ગયા પછી,
છે આંખોમાં જાગરણ, તારા ગયા પછી.
બગીચો પણ ઊભો ઝૂરે છે તારી યાદમાં,
જ્યાં નથી મૂક્યા ચરણ, તારા ગયા પછી.
તારી હાજરી વગર પ્રકતિ બંધિયાર છે,
થંભી ગયા નદીઓ-ઝરણ, તારા ગયા પછી.
એક અટકળ જેવું આવીને  ઊભું છે બારણે,
યાદનું છટક્યું હરણ, તારા ગયા પછી.
હયાતી એક મરીચિકાનું બીજું નામ છે,
સંભાવના બની ગઈ શરણ, તારા ગયા પછી.
સરકી રહેલા શ્વાસને ના કોઈનો વિશ્વાસ છે,
જિજીવિષાનું છે મરણ, તારા ગયા પછી!!
અકબર બ્લોચ 'અંકુશ' (આરંભડા- મીઠાપુર)

No comments:

Post a Comment