Pages

Wednesday, 17 April 2013

મળે છે

ભૂલાવું સર્વને ને યાદ તારી ઉદ્ભવે,
વિસરાવું વિયોગ કેમ તું ક્ષણેક્ષણ રહે છે.
આનંદના આસ્વાદ જગતમાં જુદા-જુદા,
પણ આપના સ્મરણમાં વિરલ મળે છે.
પ્રવાસ પણ બની જાય છે, રસહીનને
આપની યાદની યાત્રા રસસભર મળે છે.
શબ્દાર્થમાં કેમ સમજાય પંક્તિઓ સલિલ,
હૈયાને ઘાટને નયનના હેરતમાં અર્થ મળે છે.
દુનિયાદારીમાં સ્નેહ સમજવો ઘણો દુષ્કર,
પણ નિર્મળ હદયમાં ભાવ સરળ મળે છે.
જગમાલ રામ 'સુવાસ' (મુ. ખોરાસા-ગીર)

No comments:

Post a Comment