Pages

Monday 8 April 2013

તારી જીંદગી



તારી સાથે એક મુલાકાત
કરવા માંગુ છું
દિલની તમામ વાતો તને
કહેવા માંગુ છું,
તારી આંખો માં આંખો
પરોવા માંગુ છું
આંખો માં મારી જીંદગી
જોવા માંગુ છું.
તારી યાદમાં ખોવાઈ તન્મય
થવા માંગુ છું,
મળે તું તો ફક્ત તને યાદ કરી
જીવન ગુજારવા માંગુ છું.
તારી જીંદગીનો મળશે સાથ
તો ઘણા સપના સજાવા માંગુ છું
તારા સુંદર ચહેરા પર ‘‘મુસ્કાન’’
સદા જોવા માંગુ છું.
તારી જીંદગી બનવા માટે તારા
લાયક હું થવા માંગુ છું.
વારસંકિયા ‘‘મીત’’ એન
(ગીંગણી-જામજોધપુર)

No comments:

Post a Comment