Pages

Wednesday 17 April 2013

પ્રેમ પંથે...!

પ્રેમ પંથે મળ્યો છે દિલને, દિલનો દગો દગો,
જાણે ના રહ્યો હું કોઈનો, કોઈ'દિ સગો સગો.
અહર્નિશ સવારે સજાવું હું, અરમાનોની આંધી,
સદાય સાંજે દફનાવાય છે, અરમાનો બધાં બાંધી,
પ્રીત્યુનો પ્રસાદ પામી, હું બનું આનંદ ઘેલો,
હું પણ સૌ પ્રેમીની માફક, બનું પ્રિયતમ પહેલો.
ઇચ્છું છું સ્નેહનાં સરોવરને, હું પણ જાઉં તરી,
મારા તો પહેલેથીજ, ઉમેદને ઉમંગ ગયા મરી.
પ્રિયતમાને પામવાનાં, કોડના થયા પૂરા, ગલી-ગલીએ રખડી-રઝડી, હાલ થયા બૂરા.
પ્રેમરસને પામવા ભટક્યો, ઉર તણાં ઉપવને,
સફળતાએ નાતો તોડયો, દિલનાં સિંહાસને
પામવા સજનીને થયો, હારી-થાકી ચકનાચૂર, 'સ્વયં' કહે સ્નેહસાગરમાં ભટકી, ગૂમાવો ના નૂર.
પ્રવીણભાઈ એમ. પટેલ 'સ્વયં'
(
મુ. પો. ગડત, તા. ગણદેવી)

No comments:

Post a Comment