Pages

Monday 8 April 2013

તમે છો...



મન, મહાસાગરમાં મોજા હરખનાં ઉછાળનાર
તમે છો!
આંખે, તોરણ આંસુઓનાં બાંધનાર, તમે છો!
હરઘડી, મોસમ યાદોની થઈ, આવનાર તમે છો!
હૃદયે, હેત નાં પુષ્પો, ખિલવનાર, તમે છો!
જીવન મઝધારે, તરણું સંબંધનું આપનાર, તમે છો!
પવનપાગલ ને ભવસાગર પાર ઉતારનાર,
તમે છો!              
ડૉ.પ્રવિણગિરિ ગોસ્વામી ‘‘પવન’’
(પોરબંદર)

No comments:

Post a Comment