Pages

Monday 8 April 2013

અઘુરી સફર



હથેળીમાં મૃગજળ લઈ 
અમે દોડ્યા હતા,
અમારા પડછાયા  
પાછળ પડ્યા હતા.
પસંદગી ખોટી હતી  
ભ્રમ છે તમારો,
રૂપ જોઈ આયનાઓ
ાતભર રડ્યા હતા.
પ્રેમમાં અનુભવી હશે કે 
દગો દઈ શક્યા,
બાકી એની કરતાય અમે
ફટાકડા ફોડ્યા હતા.
રખેવાળ છીએ કહી વિશ્વાસે લીધો હતો મને,
પછી તેણે બાગના 
ફૂલડાઓ તોડ્યા હતા.
આપ્યા હતા તેણે  
વાયદાના કાયદા,
નડે છે હવે જે પોતે  
ઘડ્યા હતા.
સંઘ કાશીએ પહોંચી 
જાત ક્યારનો ભલા,
સ્વભાવ અમારા પોતાના 
નડ્યા હતા.
એમણે પછાડ્યા પીઠ 
પાછળ ધક્કો દઈ,
જેમના સહારે અમે 
શિખરો ચડ્યા હતા.
આપઘાતને વહાલો કર્યો છે અમે અનેકવાર,
ટાણે ડબ્બાઓ પાટા પરથી ખડ્યા હતા.
આઘાતો એટલા આપ્યા કે લડવા સમર્થ નથી,
રામ તો કેવળ એક સાથે લડ્યા હતા.
સફર એમની પણ અઘુરી રહી છેરાજ’,
પગમાં ઈસુનેય ખીલાઓ જડ્યા હતા.
રમેશકુમાર એલ.જાંબુચા ‘‘રાજ’’
(પાણીયાળી-ભાવનગર)

No comments:

Post a Comment