Pages

Saturday, 10 August 2013

મારું તું જ છે...

દર્પણ  મારું તુંજ છે,
વળગણ મારું તુંજ છે.
બચપણ મારું તુંજ છે,
ઘડપણ મારું તુંજ છે.
વ્યાપી છે મારામાં,
કણકણ મારું તુંજ છે.
વાંચું છું હું રોજે,
પ્રકરણ મારું તુંજ છે.
જીવું છું હું એથી,
કારણ મારું તુંજ છે!
સાચું કહું છુંં 'કૌશલ'
સગપણ મારું તુંજ  છે.
કૌશલ સુથાર 'આફરીન'
(
ગામ-મુદરડા, જિ-મહેસાણા)

No comments:

Post a Comment