Pages

Saturday 10 August 2013

રસમ

''નથી તું આંખો સામે,
તોયે યાદ તારી આવે !
રોજ સૂરજ ઊગે ને આથમે,
એમ ચૂક્યા વગર,
રોજ તારી યાદ આવે !
તારી તસ્વીરથી વાતો કરી લઉ,
ને મારા પર હું હસી લઉ !
જાતે પૂછુ સવાલો તને,
ને જાતે જવાબો દઉ તને !
સહિયર તો નિમિત્ત છે,
મારે તો શબ્દ બની કવિતારૃપે,
તારા અંતરમન સુધી પહોચવું છે !
તેથી તો પ્રિયે, તને કહું છું...
ભીતરમાં ભંડારેલી સંવેદનાઓને,
મનમાં પોષેલા સ્વપ્નાઓને,
તારા સુધી પહોંચવાની 'સાવન'...
બસ ! એક, તો રસમ છે !''
ભાલચંદ્ર પ્રજાપતિ ''સાવન''
હડાદ (અંબાજી)

No comments:

Post a Comment