Pages

Saturday, 10 August 2013

દુલ્હન

લજ્જાના ભારથી ઢળેલા તારા નયનો,
શ્યામ કેશમાં લગાવેલા સુગંિધત જૂઈના ફૂલો.
કંપતા આૃધરોનું તારુ રહસ્યમય સ્મિત,
ધક-ધકનું કર્ણ-પ્રિય સંગીત સંભળાવતુ તારુ નાજુક દિલ.
ઉષાની લાલિમા સાથે હરીફાઈ કરતી તારા ગાલોની લાલી,
દુલ્હન સર્વમાં લાગે છે અનોખી અને નિરાલી.
તારા ઝાંઝરનો ઝણકાર અને બંગડીઓનો રણકાર,
સમય નથી તારા પાસે સાંભળે જો તુ સહેલીની મીઠી ફરિયાદ.
ભરાઈ રહે પાલવ તારો દુનિયાની ધન-દૌલતથી,
બચાવે તને હમેશાં ઈશ્વર દુનિયાની બુરી નજરથી.
મહેકતો રહે તારો સંસાર જીવનના અંતિમ શ્વાસ સુધી,
પરાજિત થઈ પાછો ફરે દુઃખનો અંધકાર આવી તારા સુખના દ્વાર સુધી.
આવે તારી આંખોમાં આંસૂ લાચારીના,
હમેશાં મહેકતા રહે તારા જીવનમાં પુષ્પો ખુશ-હાલીના.
દુઃઆ દિલથી કરુ છુ હું સુખી થા જા ખુદા-હાફિઝ,
દુઃખી થા જોઈ હમારા આંસૂ, સુખી થા જા ખુદા-હાફિઝ.
ફિઝ્ઝા એમ. આરસીવાલા
(
મુંબઈ)

No comments:

Post a Comment