Pages

Sunday 8 April 2012

તું આવી જા


જીવન અંધકારમય છે મારું
તારી યાદોંના પ્રકાશથી પ્રજ્જવલિત
કરું છું એને
મન ઉદાસીન છે મારું
તારા ઇંતઝારના અહેસાસથી
મહેકાવું છું એને
ઉગતી ઉષાની લાલિમા મા
આથમતી સંઘ્યાના રંગોમા
ચમકતા સિતારાઓમા
ચાંદની શીતળ ચાંદનીમાં
ઢૂંઢે છે આખો મારી
તસવીર તારી.
હવે તો તું આવીજા
વિરહની વેદનામાં
મિલનની મઘુરતામાં
મહેકતા ફુલોમાં
લહેરાતી હવાઓમાં
ઝરણાના સંગીતમાં
તારાજ ચહેરાને શોધે છે આંખો મારી
સૂક્ષ્મ સ્વરૂપે તોતું મારી નસેનસમાં છે
એકવાર સદેહે આવી જા તું
હવે તો તારીયાદએજ
આંખના આંસુ
અને હોઠની ફરિયાદ બની ગઈ છે
હવે તો તું આવીજા
હવે તો તું આવીજા
મિનાઝ ફરીદ વસાયા (મહુવા)

No comments:

Post a Comment