Pages

Monday, 25 November 2013

હશે જો સાચો પ્રેમ

નથી લાવવી શબ્દોમાં આપણે કશિશ,
હશે જો સાચો પ્રેમ, તો સફળ કરવા હું 'ય મથીશ ....

નથી આપ્યો જાકારો ક્યારે'ય દિલમાંથી,
છું મજબૂર ક્યારે તું આ સમજીશ ..

માનું છું, કે છે આ ઈશ્ક આગનો એક દરિયો,
પણ છે જાત પર ભરોસો, કે સામે છેડે હું'ય તરીશ ...

વાત ના કર, ભીની આંખે હસવાની તું,
નયનોમાં મારા .. સપના હું તારા ભરીશ ..

આપે જો થોડો સમય તું મને,
મનાવી સૌને, સાથમાં હું'ય તારા રહીશ ...

ગીતા

No comments:

Post a Comment