Pages

Monday, 4 July 2011

એ પ્રેમ છે


·        શબ્દથી હું કહું તને કેપ્રેમ છે’, પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે પ્રેમ છે.

દે ભલેને, દુ: વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે પ્રેમ છે.

જો ચણે, હર પળ સમયની અતીતનાં ખંડહરો,
કો પળ આવી ફરી ચણતર કરે પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે પ્રેમ છે.

- ’
ઊર્મિ

No comments:

Post a Comment