Pages

Wednesday, 13 July 2011

• પ્રેમ એટલે કે

·        પ્રેમ એટલે કે
સાવ ખુલ્લી આઁખો થી થતો મળવાનો વાયદો,
સ્વપ્ન માઁ પડાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો.

ક્યારેય નહી માણી હોય એવી કોઇ મૌસમ નો કલરવ યાદ આવે પ્રેમ છે,
દાઢી કરતાઁ જો લોહી નીકળે ને ત્યાઁ કોઇ પાલવ યાદ આવે પ્રેમ છે,
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો ને તોય આખા ઘર થી અલાયદો.
પ્રેમ એટલે કે….

કાજળ આઁજી ને તને જોઉઁ તો તુઁ લાગે એક છોકરી ને તેય શ્યામવર્ણી,
વાદળ આઁજી ને જોતાઁ એવુઁ લાગે કે મને મુકી આકાશ ને તુઁ પરણી.
પ્રેમ મા તો ઝાકળ આઁજી ને તને જોવાની હોય અને ફૂલો માઁ ભરવા નો હોય છે મુશાયરો.
પ્રેમ એટલે કે

-
ડો મુકુલ ચોક્સી

No comments:

Post a Comment