Pages

Tuesday, 11 December 2012

ઉધાર



લૂંટાઈ ગયું સર્વસ્વ તોયે,
ગજબનો ખુમાર છે,
ચોરાઈ ગયું હૈયું ને જામ્યો
ઈશ્કનો બુખાર છે
આંખોથી પેચ ક્યાં લડાવ્યા,
મેં તારી આંખો સાથે,
છતાં કહે લોકો આંખો માં,
તારો શૃંગાર છે.
કોઈ એક નાવડી તરવા,
શોધ તી વરસાદ ને,
ક્યાં ખબર એને કે વરસ્યો,
દિલના નકશામાં ધોધમાર છે.
ગમતા ભાવે ઊંઘ માં,
ગમતા સપનાને ખરીદ્યા અને,
માણી મુલાકાત મીઠી જે,
હકીકતમાંઉધારછે.
- ડૉ. ગઝાલા ડી. ચૌહાણ
(મહેસાણા)

વારી જાઉં....



નવરાશને સર્જનમાં ફેરવતો જાઉ,
અંધકારની રોશનીને અજવાળી જાઉં
ક્ષણ, ઘડી, વર્ષોને યુગો વહી જશે,
ભાત મારી દ્રષ્ટિએ એની પાડી જાઉ
સમય અને સંજોગના સુમેળ સર્જાય,
પળની સરળતાને હું માણી જાઉં.
જીવન અને સમયનો અનુબંધ કેવો,
કોઈ જાણે જાણે હું વાત જાણી જાઉં.
પુષ્પની જેમ સમર્પણથીસુવાસફેલાવે,
જીવતરની દિવ્યતાને હું વારી જાઉં.
- જગમાલ રામસુવાસ
(મુ. ખોરાસા-ગીર)

સગપણ



સવારનો સૂરજ થઈ, આવો તમે તો,
સૂરજમુખી થઈ, અમે ખિલી જઈશું,
શરદ પૂનમનો ચાંદ થઈ, આવો તમે તો,
રઢિયાળી રાત થઈ, અમે આવશું!
અનેરો ઉત્સવ થઈ, આવો તમે,
મજાની ઉજવણી અમે થઈ જઈશું
અનમોલ તહેવાર થશો તમે તો,
શ્રદ્ધા અમે બની રહેશું!
નસીબ, બની આવો તમે તો,
તક, બની અમે ચમકાવશું,
લહેરાતો, ગુલઝાર તમે હશો તો,
મહેકપવનની બની સગપણ સાચવશું!
- ડૉ.પ્રવિણગિરી ગોસ્વામી ‘‘પવન’’ (પોરબંદર)

હે સખી....



બેઠો હતો સૂમસામ પાનખરમાં
અને ખોવાયો હતો હું,
તારા વિચારોના વૃંદાવનમાં
ત્યારે મને વિચાર આવ્યો
કે હે સખી!
સરોવરમાં રહેલ માછલીઓના
અશ્રુઓનોય પ્રતાપ હશે,
નહિતર હે સખી!
સરોવરના પાણી આટલા
ખારા તો કંઈ હોતા હશે.
હે સખી!
ઘા -ભલે ગમે ત્યાં પડે
પણ અંતે રોવું તો આંખને પડે છે.
દિલની વાત ઓષ્ટ પર નહીં
પણ, જ્યારે અક્ષરો બને છે,
ત્યારે હે સખી!
પ્રેમ વધારે મજબૂત બને છે.
મોરપીંછ હાથમાં લઈ ફરનાર
ઘણા મળે છે પણ હે સખી!
તેના રંગોની ગહેરાઈમાં
ડૂબી જનાર બહુ ઓછા મળે છે.
ખામોશ ચહેરા નીચે પ્રેમના
બીજ ઘણા જતનથી વાવેલ,
પણ હે સખી!
કોણ જાણે કેમ પ્રદીપના
હોઠ પર તેના અંકુર ફૂટતા નથી.
- વાઘેલા પ્રદીપસંિહ એસ. (ગતરાડ)

વરસાદમાં...



ચાલ ભીંજાઈએ વરસાદમાં,
હું તને ભીંજવુ ને તું મને વરસાદમાં,
પ્રેમની મીઠાશને વહેંચી નાખીએ,
હું તને ખવરાવું ને તું મને વરસાદમાં
તૃષા મને ઘણી તારી પ્રિતની,
હું તને પીવરાવું ને તુ મને
વરસાદમાં,
મળવા તડપી રહ્યું છું હૈયુ મારુ
હું તને મળી જાઉને તું મને
વરસાદમાં
સજાવી છે તાપીએ પણ
ઘાસ પથારી,
હું તને આવકારું
ને તુ મને વરસાદમાં....
- રાકેશ એચ. વાઘેલારાહી
(વાંસુકુઈ-સુરત)