Pages

Tuesday, 11 December 2012

એક સમય આવે



એવો એક સમય આવે,
પતઝડમાં પણ ગુલાબ આવે,
માંડે તું મોટા ડગલા ઝડપથી,
દરેક ડગલું જો મારે દ્વારે આવે,
કરુ છું ભગવાન આજીજી કે ફરીયાદ, જે ગણે તું?
કરતાં જો મારો યાર મારી વારે આવે,
ખીલશે ફૂલો કંટકભર્યા જીવનમાં,
કાંટાને પણ ક્યારેકદિવાળીઆવે,
પ્રગટીને દીવે થશે અજવાળું ઘરમાં,
તું આવીને, જો મારા ઘરને સજાવે...
- ભરત કાપડિયા (હેલીક) (કલાપીનગર)

No comments:

Post a Comment