Pages

Saturday 1 December 2012

તું


તાનપૂરો હું રણઝણે છે તું, છું સમંદર હું ઊછળે છે તું.
મોર-ઢેલ સમી આપણી જોડી, ચાંદ નભનો હું ઝળહળે છે તું.
દંગ થાતી જોઈને જ્વાળા, છું અગન પર હું ઊકળે છે તું.
આપણી વચ્ચે ક્યાં રહ્યું અંતર? વ્યંગ બાણે હું ને ઢળે છે તું.
દૂર મારાથી ના જતી એક દિન,
સ્વપ્નના બાગે નિત મળે છે તું.
હર દિશા તારી આપતી ફોરમ,
જે ગલી જાઉં નીકળે છે તું. દ્રશ્ય શોધો તો ના મળે આવું,
ઘાસ લીલું હું ઝાકળે છે તું.
જગદીશ સાઘુપ્રજ્ઞેય
(સુરત)

No comments:

Post a Comment