Pages

Tuesday, 11 December 2012

શાયર બની ગયો



મળ્યો હતો તમને નિઃસ્વાર્થભાવે
તમને જોતાં લાગણીના
અંકુર ફૂટ્યાં
આપણો પ્રેમ પાંગર્યો ને
હું તમારો પ્રેમી બની ગયો...
દુનિયાની આદત છે. દર્દ આપવાની
એમ દુનિયાના કઠોર શબ્દોરૂપી
જખ્મોથી હું ગાયબ બની ગયો...
ભેદભાવભરી દુનિયામાં ‘‘દિપ’’
પ્રેમને ક્યાંય જગ્યા નથી પણ,
ઉલ્જાયો હું આવા રિવાજોની જાળમાં
ત્યારે હું કાયર બની ગયો...
આમ, મારા વ્યથારૂપી શબ્દોને
જ્યારે ઉતાર્યાં મેં કાગળ પરને
મળ્યો મનેસહિયરનો સાથ તો
હું શાયર બની ગયો...
તો, હું શાયર બની ગયો.
- દિપેશ સથવારા ‘‘દિપ’’ (મુન્દ્રા કચ્છ)

No comments:

Post a Comment