Pages

Saturday 1 December 2012

પ્રેમની કસોટી


ફૂલ સંગ કાજે ભ્રમર બન્યો છું
ચંપાના ફૂલે શીદ અળગો રહું છું?
સુવાસ શોધવા તલસી રહ્યો છું.
પ્રીયા તને પામવા ભમતો ફરૂ છું.
ક્યારેક મળશે એમ મનને મનાવું છું,
ખોવાયેલા, ક્યાં ખોવાયેલા રહે છે!
સફર જીંદગીની વસમી બની છે,
એકલતા, ટાળવા તલસી રહ્યો છું.
વચનોની લ્હાણીમાં તો ભરમાઈ ગયો,
ને, હોઠે આવેલો પ્યાલો, છોડી ચૂક્યો છું.
છોડીશ ભલે, તૂ મને જીંદગીની આગમાં,
આગને ફેરવીશ, બાગમાં તૂજ સાથમાં,
યાદ, રાખ, માનિની, છે, પ્રેમની કસોટી,
સમજીશ તો વાગશે આપણી સિસોટી.
સી.જી.રાણા
(ગોધરાવાળા)

No comments:

Post a Comment