Pages

Tuesday, 11 December 2012

હથિયાર



હાથમાં તલવાર છે,
લાગણી હથિયાર છે.
વાયરાના વેગથી
તૂટતી પતવાર છે.
દુઃખ સુખમાં ડોલતી
જંિદગી મઝધાર છે.
આશા ફળની રાખ ના
ગીતાનો સાર છે.
ચૈન દિલનુ ંયુગોથી
સાત દરિયા પાર છે.
‘‘સખી’’ દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)

No comments:

Post a Comment