Pages

Saturday 1 December 2012

ચાહત


જીંદગીની નદીમાં એક તરંગ આવી ને ગઈ
તમારા આવવાથી મારી જીંદગીમાં નવી આશ જાગી ગઈ.
મારી જીંદગી હતી એક સુમશાન
એમા તમારા આવવાની નવી દિશા મળી ગઈ
મારી જીંદગી હતી નિરાશામાં ડુબેલી
તમારા આવવાથી જીંદગીમાં ઉમંગની લહેર આવી ગઈ.
હતું મારું દિલ નિઃશબ્દ હાલતમાં
તમારા આવવાથી મારા દિલમાં હલચલ મચી ગઈ.
હલચલ મારી ઊંઘ બગાડી ને ગઈ
મારી જંિદગીમાં ચાહતની તરંગ જગાડી ને ગઈ.
ખબર ના હતી ચાહતની અસર શું થશે?
પણ ચાહત મારા દિલમાં ઘર કરી ગઈ.
મારા દિલની ચાહત તમારા દિલ સુધી પહોંચી ગઈ
તમારા દિલને એક સંદેશો આપી ને ગઈ.
મારી ચાહતનો સંદેશો તમને મળી ગયો
ત્યાં આપણા મિલનની ઘડી આવી ગઈ.
મીત વિજયભાઈ ઈરાકર
(અમદાવાદ)

No comments:

Post a Comment