Pages

Saturday 1 December 2012

સ્નેહ


હું તૂજને મળ્યા વિના રહી શકતી નથી, છતા
કેમ આજે હું તને મળવા દિલને મનાવું છું?
લાગણી ભરેલા હૃદયમાં હું તો તને
ભીંજવવા
ઈચ્છતી હતી, ભૂલી ગયો છે હવે તું મને,
છતાં કેમ હું તારી યાદમાં સતત
બળવા માંગુ છું?
તૂજને પામવા કરી બેઠી હું ભૂલ,
છતા કેમ હું ભૂલ વારંવાર
કરવા માંગુ છું?
નથી કદર મારી તુજને,
છતાં કેમ હું તને ને તને ચાહું છું?
શું? હતી મારી ભૂલ કે મારું
નસીબ છીંનવાયુ,
ભૂલ ને હું સ્વીકારવા માંગુ છું.
ના કરી શકી આજ સુધી કોઈ
ફરિયાદ એને
પણ આજ ઈશ્વર સમક્ષ એક ફરિયાદ
કરવા માગુ છું.
નહીં મળે મૂજને હું જાણું છું છતાં,
કેમ હું એની રાહ જોવા માંગુ છું?
સ્વીકારી જીવે છે કેનથી હું એની’,
છતા કેમ હું એને મારી કરવા માંગુ છું?
તૂજને માટે છીંનવાયુ સન્માન મારું,
છતાં પણ કેમ હું તારી માટે બદનામ થવા માંગુ છું?
પ્રેમને એક રમત કરી રમે છે મારી સાથે,
જાણી હું જીંદગી ને છોડવા માગું છું.
જયશ્રી આર. દત્ત
(સીલારોડ, અમદાવાદ)

No comments:

Post a Comment