Pages

Tuesday 11 December 2012

જઈ ઊભો



આજ ફરી ઝાલર ટાણે મંદિરે જઈ ઊભો,
મળશે પ્રસાદ આશે હાથ ફેલાવી ઊભો.
આવે છે સહુ લાગણીઓની નદીઓ લઈને,
દુનિયાના દર્દોથી હું વિષસાગર બની ઊભો.
મારી વેદનાઓની એકલતા જાણનાર કોણ,
આજ એની યાદ સાથે આંખોમાં આંસુ આવે,
ને દુનિયા કાજે હું સુખદાયી બની ઊભો.
ભિખારી છું તો બસ એની એક દોસ્તી કાજે,
બાકી દુનિયા કાજે તો હું સિકંદર થઈ ઊભો.
આવે તો દુનિયાના તો રંગ બદલાવી દઉં.
બાકી એના વગર તો હું અંધકાર થઈ ઊભો.
હજુય પણ જીવી રહ્યો એની આશમાં ‘‘રાણા’’
ને તરફનો રસ્તો હવે સ્મશાન જઈ ઊભો.
- દિલીપ ખાચર (ખાંભડા-બરવાળા)

No comments:

Post a Comment