Pages

Saturday 1 December 2012

તમે છો...


મન, મહાસાગરમાં મોજા હરખનાં ઉછાળનાર,
તમે છો!
આંખે, તોરણ આંસુઓનાં બાંધનાર, તમે છો!
હરઘડી, મોસમ યાદોની થઈ, આવનાર તમે છો!
હૃદયે, હેત નાં પુષ્પો, ખિલવનાર, તમે છો!
જીવન મઝધારે, તરણું સંબંધનું આપનાર, તમે છો!
પવનપાગલ ને ભવસાગર પાર ઉતારનાર,
તમે છો!
ડૉ.પ્રવિણગિરિ ગોસ્વામી ‘‘પવન’’
(પોરબંદર)

No comments:

Post a Comment