Pages

Tuesday, 11 December 2012

મને ખબર જ હતી



ઈચ્છાઓ તો હતી મારી, જીવવાની
સાથે તમારી,
પરંતુ યાદો રહી જશે તમારી
મને ખબર હતી,
આમ તો મારી સાથે ઘણા મિત્રો છે.
જીવનમાં,
પરંતુ તમારી મિત્રતા આમ દિલને
સ્પર્શી જશે
મને ખબર હતી,
માનતો હતો હું એમને જીવનનોે સૂરજ,
સાંજના સમયે આથમી જશે.
મને ખબર હતી,
આમ તો ઘણા યાદ કરતા હોય છે.
પોતાના સ્નેહીજનોને,
પરંતુ ભૂલી જશે અમારા
સ્નેહી-જન
અમને
મને ખબર હતી.
જાણું છું હું કે ચાહત તો બધાને
થોડી ઘણી મળે છે.
પરંતુ તમારી ચાહતની પ્યાસ
અમને તરસ્યા રાખશે.
મને ખબર હતી.
- રતન વાઘેલા ‘‘સ્વાર્થ’’ (કલોલ)

No comments:

Post a Comment