Pages

Tuesday 11 December 2012

હે સખી....



બેઠો હતો સૂમસામ પાનખરમાં
અને ખોવાયો હતો હું,
તારા વિચારોના વૃંદાવનમાં
ત્યારે મને વિચાર આવ્યો
કે હે સખી!
સરોવરમાં રહેલ માછલીઓના
અશ્રુઓનોય પ્રતાપ હશે,
નહિતર હે સખી!
સરોવરના પાણી આટલા
ખારા તો કંઈ હોતા હશે.
હે સખી!
ઘા -ભલે ગમે ત્યાં પડે
પણ અંતે રોવું તો આંખને પડે છે.
દિલની વાત ઓષ્ટ પર નહીં
પણ, જ્યારે અક્ષરો બને છે,
ત્યારે હે સખી!
પ્રેમ વધારે મજબૂત બને છે.
મોરપીંછ હાથમાં લઈ ફરનાર
ઘણા મળે છે પણ હે સખી!
તેના રંગોની ગહેરાઈમાં
ડૂબી જનાર બહુ ઓછા મળે છે.
ખામોશ ચહેરા નીચે પ્રેમના
બીજ ઘણા જતનથી વાવેલ,
પણ હે સખી!
કોણ જાણે કેમ પ્રદીપના
હોઠ પર તેના અંકુર ફૂટતા નથી.
- વાઘેલા પ્રદીપસંિહ એસ. (ગતરાડ)

No comments:

Post a Comment