Pages

Friday, 15 March 2013

પ્રેમનો એકરાર



ાૃથઈ જાવ છું મૌન તને જોઈને
મારા હૃદયના સ્પંદનની
પ્રેમાળ વાચા છે તું
છલકાઈ રહી છે લાગણીઓ દિલમાં
દિલનાં પ્રત્યેક ાૃધબકારમાં
 
પ્રેમનો એકરાર છે તુ
જિંદગીના સફરમાં બનવા હમસફર
ઈશ! પાસે માંગ્યો જેનો સાાૃથ
 
તે હમસફર છે તુ
હરપલ, હરક્ષણ કરું તુજને યાદ
મારું સ્વપ્ન ને હકીકત પણ તું
 
ને અસ્તિત્વનો અહેસાસ પણ તુ
સુખ અને દુઃખમાં અટવાયેલ
મારા અંાૃધકારમય જીવનનો
 
ચિરાગ છે તુ
સ્વપ્નમાં રાચતી હું જેનાં
ઈશ્વરની ''કૃપા''ાૃથી મળેલ
 
અમૂલ્ય ઉપહાર છે તુ.
કૃપા વોરા (પાલીતાણા)

ચહેરો તમારો

અજવાળા જેવો ચહેરો તમારો સદાયે હસતો,
તમારું મુખ જોઈ જોઈને સૂરજ જાય ખસતો.
આૃર્ધ ઉગેલ ચંદ્ર જેવી તમારી રાતી આંખો,
લાગે છે કે કવિની કલમને આપી તમે તો પાંખો.
દર્શન તમારા દિવસમાં  જો એક વાર હું જોતો,
અફસોસ જરાયે મને રહે, ભલે હું લાખો ખોતો.
આવું હસતું મુખડું તમારું સદાય હું જોતો,
ગમે તેવી મુશ્કેલીમાં પણ કદી હું રોતો.
અજય દવે  (ગાંાૃધીનગર)

પ્રેમ


કોણે કીધું પ્રેમ કરી શકાય છે?
નજરાૃથી મળે નજર ને ાૃથઈ જાય
તે પ્રેમ!
કોણે કીધું પ્રેમ ડુબાડે છે?
ગહેરા સમંદરમાં વિના નાવે તરાવે
તે પ્રેમ!
કોણે કીધું પ્રેમ કરાવે છે બદનામી?
રાાૃધા-મીરાને લીાૃધે યાદ છે કૃષ્ણ
તે પ્રેમ!
કોણે કીધું પ્રેમ મળે છે એક-બે મુલાકાતમાં?
સાતેય જન્મ જાય છે જે શોાૃધવામાં
તે પ્રેમ!
કોણે કીધું પ્રેમ મેળવવાની વસ્તુ છે?
સમસ્ત ગુમાવીને સમસ્ત પામવાની વસ્તુ છે
તે પ્રેમ!
કોણે કીધું પ્રેમ નાૃથી દુનિયામાં આજે?
ઈચ્છા, કામ ને વાસનાનાં પડખ
નયનાૃથી ઉતારી જુઓ
દેખાય છે અદ્ભૂત ચિનગારી
તે પ્રેમ!
ચિંતન પટેલ ''ગિરિ'' દાણાવાડા  (સુરેન્દ્રનગર)

શોધું તને


શ્વાસની સરિતામાં ડૂબી શોધું તને,
હોય જો તુ જોજનો દૂર તોય લાગે કને.
સૂરજ-ચંદ્ર ને તારા જેવો તારો ચહેરો,
મારા સ્વપ્ન મહીં હોય સદા તેનો પહેરો,
તારી યાદ ઝાકળ બની હર ક્ષણ ચુમે મને!
હોય જો તુ જોજનો દૂર તોય લાગે કને.
કસ્તૂરી મૃગશી લાગે તારા તનની સુગંાૃધ,
જોવું હોય ઘણું ને ાૃથઈ જાય આંખો બંાૃધ,
કઠિન છે તારા વિના ભટકવું જિંદગીના વને!
હોય જો તુ જોજનો દૂર તોય લાગે કને.
મેઘ ાૃધનુષ્ય જેવું જીવન લાગે તને જોઈ,
જગતમાં તારા જેવું લાગતું નાૃથી કોઈ,
તારા સમુ મળ્યું પુષ્પ શુષ્ક જીવન રણને!
હોય જો તુ જોજનો દૂર તોય લાગે કને.
જિજ્ઞોશ ભીમરાજ (ભરૃચ)