Pages

Tuesday, 12 March 2013

વ્યાખ્યા



તું મને ચાહે ને તને ચાહું હું
પણ સંબંધની કોઈ
વ્યાખ્યા હોય.
ડાળખીથી પડે કોઈ પાંદડુ,
પાંદડાના સુકાયાની
વ્યાખ્યા હોય.
ભીની એવી વરસતી વરસાદી રાતે
યાદ કોઈની આવતા આવી પણ જાય.
રોજરોજ દોડતી ભાગતી દુનિયામાં
કોઈ દ્વાર દિલના ખખડાવી પણ જાય.
ને એકલા એકલા હસી જાઓ તમે,
સનમ! તો હસવાની વ્યાખ્યા હોય
ને ચાલો વ્યાખ્યાને કહી દીએપ્રેમ
તોય દુનિયા તો પૂછશે કેકેમ’???
મિલન એમ ચૌહાણ
(સાંઠબા સાબરકાંઠા)

No comments:

Post a Comment