Pages

Tuesday 12 March 2013

સંગદિલ સનમ



સંગદિલ સનમ
વડલો એક હજુ પણ
લીલોછમ છે,
કોના વગર સાવ
ખાલીખમ છે?
આંધી-તૂફાનમાં ક્યાં
એટલો દમ છે?
ઇમારત હજુ પણ એકદમ
અડીખમ છે.
પાંદડીઓ સૂકી અને સુગંધ
નથી તો શું?
ગુલાબ એક પુસ્તકમાં અકબંધ છે.
કહેશો નહીં કોઈ ક્યારેય કશું એમને,
સંગદીલ તોય મારા સનમ છે.
એના વિદેશ વસવાટનો ક્યાં ગમ છે?
હૈયું મારું એમનું માદરે
વતન છે.
ખોટું બોલું તો મોહબ્બતની
કસમ છે,
પ્રેમ ‘‘પાગલ’’ સનાતન,
શાશ્વ્વત ધર્મ છે.
ડો. પ્રણવ ઠાકરપાગલ
(વઢવાણ)

No comments:

Post a Comment