Pages

Thursday, 14 March 2013

તારો સાથ...



જીતી ગયો હું જમાનો, જો તું મને મળી ગઈ,
પંખહિન થયલા પારેવાને પાંખો મળી ગઈ.
જીતવું છે કર્મયુદ્ધ, મારે તારો સાથ લઈ,
જંિદગકી વિતાવીશું એકબીજાના ખાસ થઈ,
ભલે આવે સૂરજ, તડકી-છાયડી લઈ,
આપણે ચાલીશું, હાથોમાં હાથ લઈ
મળી બંને આપણે, ભાવી સ્વપ્નો ગૂંથીએ,
લઈ સપ્તરંગી આપણે, એમાં રંગો પૂરીએ
આવ, જીવનના બાગમાં પુષ્પો ખીલવીએ,
જાય ફોરમ દૂર દૂર એવું કાંઈક કરીએ.
- પટેલ પંકજ એન (રાજચરાડી)

No comments:

Post a Comment