Pages

Thursday, 14 March 2013

ઝાકળ લાગે છે....



લાગણી પણ હવે વિહ્વળ
લાગે છે,
મારી આંખોમાં ઝાકળ
લાગે છે...!
જીવું છું હું જંિદગી તારી સાથે
તોે પણ વાત મારી પોકળ લાગે છે.
દ્વાર તો હૃદયનાં મેં ઉઘાડી
રાખ્યા છે,
ને તોય, તમને ત્યાં સાંકળ
લાગે છે?
લખું છું ગઝલ હું હવા ઉપર-
હવા મને પણ કાગળ લાગે છે!
ક્યારે ઊડી જાય, કંઈ નક્કી નહીં,
શ્વાસ પણ મને ઝાકળ લાગે છે!
તું છે તેથી જીવાય છેકૌશલ
તારા વિનાની જંિદગી મને અટકળ લાગે છે.
- કૌશલ સુધાર (ગામ-મુદરડા)

No comments:

Post a Comment