Pages

Tuesday 12 March 2013

ભુલાવી દઈશું



કેવા તે હતા શમણાં આંખોમાં!
બધાં શમણાઓને આમજ વિસરાવી દઈશું
નસીબમાં નહિ હોય આપણો સાથ,
હવે એકલતાને પણ અપનાવી લઈશું.
શા કારણે ખેંચાય છે વિખુટી જાત,
જાતને પણ રસ્તો બતાવી દઈશું
નભમાં નજરો મંડાય છે ચાંદ તરફ,
ચાંદને પણ ક્યાંક છુપાવી દઈશું.
જીવનમાં રહી ગઈ સુના સમયની રાખ,
રાખને પણ ઉડાવી દઈશું.
મનમાં યાદી રાખીને બેઠી છે તમારી યાદ,
યાદને પણ અમે ભુલાવી દઈશું.
પિપળીયા શૈલેષ ડી.
(નાનીવાવડી-તાઃ રાણપુર)
                                                             

No comments:

Post a Comment