Pages

Thursday, 14 March 2013

પ્રેમનાં સ્મરણ


જાવું જ હોય તો જાજો !! જરા ધીરે રહી ને જાજો
પાછું વળીને એક નજર !! આશા પૂરી કરી ને જાજો

આવવાનું ક્યાં કહું છું!! થોડાં સ્મરણ દઈ ને જાજો
જોઈ શકું જીવનભર !! એવાં દ્રશ્યો દઈ ને જાજો

રહેવાનું ક્યાં કહું છું!! એકવાર ખખડાવી ને જાજો
દ્વારે તમે ઉભાં છો, એવો આભાસ કરાવી ને જાજો

મારા અગોચર મન માંહી એક ઝાંખી કરી ને જાજો
પ્રેમના નિશબ્દ એકરારને થોડો સાંભળી ને જાજો

તમે માર્ગ એવો પકડજો જ્યાં પગલાં પડી શકે
પામી લઉં પગલાંમાં એવી દિશા ચીંધી ને જાજો

જનક મ દેસાઈ

No comments:

Post a Comment