Pages

Thursday 14 March 2013

આવો વિરહ કેમ...?



આંગળીના ટેરવાંની કરમ કરી,
મેસેજથી કર્યો મેં તને પ્રેમ,
પછી જાણે, બેઉ હૃદયમાં વસંત ખીલી
ગુલાબના પુષ્પોની જેમ,
એજ રસ્તો, મકાન,
બગીચો ને બઘું એમનું એમ,
જ્યાં હું નહોતો,
તું ન્હોતી, અભાવ વર્તાતો
તો આપણી હવાની જેમ.
તારા ઘરનોે રસ્તો,
વૃક્ષોને ફૂલો બધાંયે મને
ઓળખે છે,
એક તુંજ મને ઓળખીને વિસરી જવા લાગી છે, કેમ?
આંસુનું એક એક ટીપું પૂછે છે,
સવાલ તારા આખી રાતમાં,
ઉત્તર નથી, પછી મારાથી પુછાયું કે
તમે આંખમાંથી વિખૂટાં પડ્યાં કેમ?
મારો અભાવ તારી આંખ ને તારા
દિલમાં ઉભરાશે, પછી,
ખરતાં પાંદડાને જોઈ, તું પણ રડીશ વૃક્ષની જેમ.
કરું છું, કરીશ ને કરતો રહીશ હું જંિદગી ભર તને પ્રેમ,
કહ્યુંતુ અલગ નહીં,
આપણે તો એક છીએ રાધાકૃષ્ણની જેમ.
- કૌશલ સુધાર, મુદરડા (તા. જિ. મહેસાણા)

No comments:

Post a Comment