Pages

Tuesday 12 March 2013

‘‘ઠેબે ચડ્યો છું’’



હું ક્યાં કોઈ દિ કોઈને રસ્તે
નડ્યો છું,
છતાં પથ્થરની જેમ બસ ઠેબે
ચડ્યો છું.
ભલા પ્રણય પંથનો તો હતો હું ભોમિયો,
છતાં મારા રસ્તે હું ભૂલો પડ્યો છું.
હાથ એકમેકનો લઈ ચાલ્યા શિખરો સર કરવા,
પછી એટલી ઊંચાઈએથી નોધારો દડ્યો છું.
હાર નિશ્ચિત હતી મારી પ્રણય યુદ્ધમાં,
કેમ કે દુઃખોને વેદના સાથે લડ્યો છું.
હું ખોવાયો છું સહરાના રણ મહી ભલા,
પછી મૃગજળ વચ્ચે હરણા સંગ જડ્યો છું.
મળ્યા છે કે એવા દર્દો કે આંસુ પણ ખુટ્યા.,
ને છતાં રાતભર હું ધોધમાર રડ્યો છું.
વિધાના લેખ પણ ખોટાં પડ્યા છે જુઓ,
એનો રાહબર બન્યા પછી પાટેથી ખડ્યો છું.
નસીબ પણ ક્યાં સાથ આપી શક્યું મને,
પોતાના વચ્ચે હું પારકો થઈ પડ્યો છું.
મને બનાવી તેં મોટી ભૂલ કરી છે પ્રભુ,
હૃદય આપી કહે છે કે હું ક્યાં નડ્યો છું.
ગઝલોના સહારે
હું જીવું છુંરાજ’,
એટલે કામધંધા મુકી
રવાડે ચડ્યો છું.
રમેશકુમાર એલ. જાંબુચારાજ
(પાણીયાળી-ભાવનગર)

No comments:

Post a Comment