Pages

Thursday, 14 March 2013

કોણ માનશે?



પંપાળીને હાથ હળવે હળવે હેતથી,
ઝખ્મી કરી ગયા જીવનભર
કોણ માનશે?
સમજતા રહ્યા જેને સૌ નફરત અમારી,
ઉત્કટ પ્રણયની અભિવ્યક્તિ
કોણ માનશે?
જીતવાનું તો સામર્થ્ય છે જરૂર મારામાં,
છતાંને હારી જઉં છું હું
કોણ માનશે?
આમ તો સામાન્ય છીપ છું દરિયાનું,
મેઘબિન્દુને બનાવું મોતી
કોેણ માનશે?
ભટકતો દિશાહીનપાગલસમજે સૌ મને,
તલ્લીન તેના ઘ્યાનમાં
કોણ માનશે?
ડો. પ્રણવ ઠાકર - ‘પાગલ (વઢવાણ)

No comments:

Post a Comment