Pages

Tuesday, 12 March 2013

પ્રીતની ગરિમા



માયાનું પંિજરું તૂટતા
પંગુ થયેલા
વચન પ્રતિબઘ્ધપંખીએ
ડાળી પર રચેલા
પ્રિતડીના માળાની
માવજત સાઠે વરસો ખર્ચી
નાખ્યાં.
પણ-
ડાળી સાથે માળો તૂટતા
પંખીનો આભાસી
આતમ
ચિત્રગુપ્તની લેખા
જોખા કુંડળીની
કર્મમાં અટવાઈ ગયો.
હે સૃષ્ટિ રચૈયતા!
સપ્ત પદીના સાત
ફેરા ફરવા
હજુ કેટલા જનમોનાં
ફેરા લેવા પડશે?
જેણે
પ્રિતની ગરિમા
જાળવી છે
મંદિરમાં દીપી રહેલી તારી મૂર્તિ જેમ!
વિનોદચન્દ્ર બોરીચા
(પ્રભાદેવી-મુંબઈ)

No comments:

Post a Comment