Pages

Thursday, 14 March 2013

ગુલાબી સ્વપ્ન



એક ગુલાબી સ્વપ્ન છે તુ
જે મારી પલકો પર રમ્યા કરે
એક દિલકશ અરમાન છે તુ
જે મારી વાતો મા ફર્યા કરે
તારો પ્રેમ છે તારી ચુપ્પી મા
મારો પ્રેમ સમૃદ્ધ ની લહેર છે
તારા સ્મિત મા સ્નેહ છલકે છે
મારા અશ્રુમા લાગણી તર્યા કરે
લાખ કોશીશે હું બદલું માર્ગ
મને ગલીએ ગલી તુ મળ્યા કરે
તને પામવા તારી હું પૂજા કરું
મને પામવા તું મારી પરીક્ષા કરે.
- શબા ખાન (હંિમતનગર)

No comments:

Post a Comment