Pages

Tuesday, 12 March 2013

એ મને શોધતી હશે



ગગનના તારામાં
નભના કિનારામાં
નસીબના સિતારામાં
મૌસમ--બહારામાં
મને શોધતી હશે
સમયના આરામાં,
પૃથ્વીના પારામાં
સાગરના ઘસારામાં,
વસંતના નઝારામાં
મને શોેધતી હશે.
સુરજના ઝંગારામાં, રાતના અંધારામાં
ઉંચા કોઈ મિનારામાં, જગ સારામાં
મને શોધતી હશે.નદીઓની ધારામાં,
ફૂલોના શરારામાં ગઝલના સહારામાં
શબ્દોના ધશારામાં મને
શોધતી હશે.
-જીતેન્દ્ર કુમાર
(માંડોત્રી-પાટણ)

No comments:

Post a Comment