Pages

Thursday 14 March 2013

શોઘ્યા કરું છું....



જીવનમાં સ્નેહનાં,
સંબંધો સજાવવા
સ્નેહીને શોઘ્યા કરું છું
જીવનમાં પ્રીતનાં,
પારખાં કરવા,
પ્રિયાને શોઘ્યા કરું છું
જીવનમાં પ્રેમનો, પ્રકાશ પાથરવા,
પ્રદીપને શોેઘ્યા કરું છું.
જીવનમાં વ્યવહારનો, વ્યાપ વધારવા,
વાણીને શોઘ્યા કરું છું
જીવનમાં કાળમીંઢ, અંધારા ઉલેચવા,
ઉજાશને શોઘ્યા કરું છું,
જીવનમાં ધરબાયેલી, અંધશ્રઘ્ધાને આંબવા,
સત્યને શોઘ્યા કરું છું.
જીવનમાં પ્રગતિના પંથને, પામવા,
પરિશ્રમને શોેઘ્યા કરું છું.
જીવનમાં વિશ્વાસનાં શ્વાસને વિસ્તારવા
વિશ્વને શોેઘ્યા કરું છું.
જીવનમાં સફળતાના, શિખર સર કરવા,
કેડીને શોેઘ્યા કરું છું.
જીવનનાં દરિયાને, આનંદથી તરવા,
નાવડીને શોઘ્યા કરું છું.
જીવનમાં ઉત્સાહને, ઓળધોળ કરવા,
ઉમંગને શોઘ્યા કરું છું.
જીવનમાં શાંતિનું સર્જન સર્જવા,
સ્વયંને શોેઘ્યા કરું છું.
- પ્રદીપભાઈ એમ. પટેલસ્વયં (ગણદેવી )

No comments:

Post a Comment